
Surendranagar Accident: સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ હતી જેમાં બે ડ્રાઇવરોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળક (Surendranagar Accident) સહિત પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. બંને ઘટનાઓને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.તેમજ આ ઘટના બનતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
લીંબડી-અમદાવાદ હાઈવે પર ટેમ્પો પલ્ટી મારી ગયો
પહેલો અકસ્માત લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામ નજીક બન્યો હતો. એક છોટા હાથી ટેમ્પોનું ટાયર ફાટતા ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં પરણાળા ગામના 70 વર્ષીય ગટોરભાઈ કાનજીભાઈ બાવળીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ચોટીલા નજીક કારનો અકસ્માત
બીજો અકસ્માત ચોટીલા નજીક સર્જાયો હતો. સમી તાલુકાના ગુલાબપુરા અને ગોચનાદ ગામનો એક પરિવાર ચોટીલા દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે તેમની કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં ગોચનાદ ગામના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક બાળક સહિત પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બંને અકસ્માતોના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે બંને ઘટનાઓમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાઓની જાણ થતાં સ્થાનિક લોકો અને મૃતકના તેમજ ઘાયલોના સંબંધીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..