Gujarat મોસમ પલટાયુ: 4 જુલાઈથી આ જિલ્લામાં પડી શકે છે અતિભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ..

Gujarat Rain Forecast:Gujaratમાં ફરી એકવાર મૌસમએ અંગત ઢબ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે 4 જુલાઈથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે Gujaratમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

સોરાષ્ટ્રમાં  કચ્છમાં 4 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદને  લઇને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજું એક સપ્તાહ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હજુ એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ Gujaratમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેથી 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની  આગાહી છે.  દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા  યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, ડાંગ, વલસાડમાં  પણ વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરા અને નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દેશભરમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. પર્વતીય રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી, ચોમાસાની અસરના ઘણા ચિત્રો સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનના ઘણા જીવલેણ બનાવો નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓ પૂરમાં છે. તો હવામાન વિભાગે આજે પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ તેમજ મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી મહારાષ્ટ્ર, Gujaratમાં વરસાદની આગાહી છે. ઓડિશા અને ઝારખંડ માટે આજે પણ વરસાદની ચેતવણી છે, જ્યારે દિલ્હી NCRમાં આજે પણ મઘ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

ચારધામ યાત્રા મુલતવી, નદીઓ અને નાળાઓમાં પૂર

ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા આગામી 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે, જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદીના પાણીનું સ્તર વધ્યા બાદ રિયાસીમાં સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે અને દિલ્હી એનસીઆરમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડથી કેરળ સુધીના વરસાદને કારણે નદીઓ અને નાળાઓ પૂરમાં છે.


આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *