India vs England Day 3 Leeds Test 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે આ મુકાબલાનો ત્રીજો દિવસ છે. England પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે સમેટાઈ ગઈ છે. ભારત પાસે 6 રનની લીડ છે. બુમરાહે આ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમના શુભમન ગિલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી.

England ટીમ પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે ઓલઆઉટ
ઓલી પોપની સદી અને હેર બ્રૂકના 99 રનની ઈનિંગની મદદથી England ટીમે 465 રન બનાવી નાખ્યા છે. ભારતે પહેલા રમતા 471 રન બનાવ્યા હતા. ભારત પાસે હવે 6 રનની લીડ છે. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી. પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રણ સફળતા મળી. જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 465ના સ્કોર પર રોકી દીધું. England માટે પોપે 14 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. જ્યારે બ્રૂકે 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા.
Rishabh Pant Ravindra Jadeja: હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય વિકેટકિપર ઋષભ પંત પોતાની વિકેટકીપિંગની સાથે રમુજી વાત અને એક્શનથી બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી દરમિયાન 21 જૂને પંતની કેટલીક રમુજી અંદાજ સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થયો હતો. સોશિયલ મીડિયા એપ X પર તેનો વીડિયો પણ પોસ્ટ થયો છે. જેમાં પંત રવિન્દ્ર જાડેજાના વાઈડ બોલ પર પ્રતિક્રિયા આપતો જોવા મળે છે.
જાડેજાએ બોલને લેગ-સાઈડ પર ખૂબ જ વાઈડ ફેંક્યો હતો
હકીકતમાં સ્ટાર સ્પોર્ટ્સે X પર વીડિયો શેર કર્યો છે, જેમાં ડાબા હાથના સ્પિનર જાડેજાએ બોલને લેગ-સાઈડ પર ખૂબ જ વાઈડ ફેંક્યો હતો. આ દરમિયાન ડાબા હાથનો બેન ડકેટ બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે પંતે બોલને પકડવા માટે જમણી છલાંગ લગાવીને બોલને રોક્યો હતો.
‘મેં ભી ખેલ રહા હું ભાઈ…’
એ પછી પંતે રવીન્દ્ર જાડેજા પર કટાક્ષ કરતાં કહ્યું “મેં ભી ખેલ રહા હું ભાઈ, અપને ચોગ્ગે કે ચક્કરમેં મેરા ચોગ્ગા મત દે દેના..’ પંતનું જાડેજાને કહેવું હતું કે, વાઈડના ચક્કરમાં ડાબો ચોગ્ગો ના આપી દેતા. એટલે કે, જો બોલ થોડો વધુ વાઈડ હોત અને તે તેને પકડી ન શકત, તો જાડેજાની સ્પીડ કદાચ તેને બાઉન્ડ્રી સુધી પહોચાડી દેત.
આ પણ વાંચો: એકલો બુમરાહ કેટલું કરે? અન્ય ખેલાડીઓ પર ભડક્યા પૂર્વ કોચ, કહ્યું- એક ખેલાડી પર જ ભાર
ગિલે જવાબ આપ્યો
વીડિયોમાં પછી નવા કેપ્ટન શુભમન ગિલ રવીન્દ્ર જાડેજા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. જાડેજાએ મિડલ અને ઓફ પર એક ફાસ્ટ બોલ ફેંક્યો હતો અને ડકેટ તેને માત્ર બ્લોક કરી શક્યો, પરંતુ ગિલે જોયું અને કહ્યું કે, હજુ આ સંપૂર્ણપણે કન્ફ્યૂઝનમાં છે જદ્દુ ભાઈ, કયો સીધો છે અને કયો ત્યાં આવશે.
ડકેટ 29મી ઓવરમાં આઉટ થયો હતો. બોલ તેના બેટની કિનારી પર અડીને સ્ટમ્પ સાથે ટકરાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનું કામ કરી લીધું હતું. ડકેટે 94 બોલમાં 62 રન બનાવી લીધા હતા.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..