Heavy Rain In Gujarat: રાજ્યમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની દ્વારા કરવામાં આવી છે. મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં (Heavy Rain In Gujarat) ભરેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય Gujaratમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અતિ ભારે વરસાદની આગાહી
મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. તે ખૂબ મજબૂત છે એનો ટ્રફ અરબસાગર સુધી લંબાયેલો છે. જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે. અંતે ઓલઓવર Gujaratની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
જળાશયો અને ડેમમાં નવા નીરની આવક
રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તોફાની બેટિંગના કારણે મોટા ભાગના પંથકો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. અને હાલાકી ભોગવી રહ્યા છે. અતિ ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીરની આવક થઇ છે. નદીઓ બન્ને કાંઠે વહેતી થઇ છે. અને રસ્તાઓ પર નદીઓ જેવું વહેણ દેખાઇ રહ્યુ છે. વાહન ચાલકો પરેશાન છે. પાણી અને ખાડામાં વાહનો ફસાઇ રહ્યા છે. તેમ છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી. અને તેઓ રહીશોની મદદ કરવા માટે તત્પરતા બતાવી નથી રહ્યા.દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..