UKના લેસ્ટરમાં જૂન 24એ એક BMW કાર પલટી જતા ડ્રાઈવ કરી રહેલો યુવક પોલીસથી બચવા ભાગ્યો હતો અને એ દરમિયાન તેણે ચાલતા જઈ રહેલી ગુજરાતી મહિલા પર હુમલો કર્યો હતો. આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ જતા હુમલાખોર પર મર્ડરનો ચાર્જ લગાવાયો છે.
UKના લેસ્ટરમાં મંગળવાર જૂન 24એ એક શખ્સે ચાલતા જઈ રહેલા 56 વર્ષીય ગુજરાતી મહિલા નિલા પટેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિલા પટેલ ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાના બે દિવસ બાદ જૂન 26 જૂને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે હુમલો કરનારા 23 વર્ષીય માઈકલ યુવુમેકા પર મર્ડરનો ચાર્જ લગાવાયો છે.
જૂન 26એ લેસ્ટરના એલેસ્ટન રોડ પર એક પૂરઝડપે આવેલી એક BMW કાર પલટી મારી ગઈ હતી. આ કાર માઈકલ ચલાવી રહ્યો હતો. પોલીસથી બચવા માટે તે પલટી મારી ગયેલી કારમાંથી બહાર નીકળી લેસ્ટર રોયલ ઈન્ફર્મરી તરફ ભાગ્યો હતો અને એ દરમિયાન તેણે ચાલતા જઈ રહેલા નિલા પટેલ પર હુમલો કર્યો હતો. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને નોટિંગહમના ક્વીન્સ મેડિકલ સેન્ટરમાં એડમિટ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન જૂન 26એ તેમનું નિધન થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમમાં તેમનું મોત માથામાં ઈજા થવાથી થયું હોવાનું સામે આવ્યું છે. માઈકલને ઘટનાસ્થળની નજીકથી પકડી લેવામાં આવ્યો હતો અને શનિવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
માઈકલ પર જોખમી ડ્રાઈવિંગ, સપ્લાય કરવાના ઈરાદે ક્લાસ બી ડ્રગ્સ રાખવાનો, ધરપકડ પછી એક પોલીસ અધિકારી અને ઈમર્જન્સી વર્કર પર હુમલો કરવાના ચાર્જ લગાવાયા છે. તેણે નિલા પટેલ પર હુમલો કર્યો તે જ દિવસે કથિત રીતે અન્ય બે અકસ્માત પણ કર્યા હતા. જેમાંથી એક લંડનમાં કરાયો હોવાનું પોલીસનું કહેવું છે. આ મામલે તેના પર એક વ્યક્તિને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવાનો ચાર્જ લગાવાયો છે. આ ઉપરાંત તેના પર લેસ્ટરમાં એલેસ્ટન રોડ પર તેની કાર પલટી મારી ગઈ તે પહેલા વેલફોર્ડ રોડ પર એક ઈમર્જન્સી વર્કર્સને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવાનો ચાર્જ પણ લગાવાયો છે.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..