Gujarat Farmer News: ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અહી Farmers ને દેશનો અન્નદાતા કહેવામાં આવે છે. ખેતી એ ભારતના દરેક ગામનું જીવન છે પરંતુ ખેતીમાં (Gujarat Farmer News) ઘણી સમસ્યાઓ છે જેનો Farmers ને સામનો કરવો પડે છે. ખેતીને સરળ બનાવવા માટે સરકાર ખેડૂતો માટે દરરોજ નવી નવી યોજનાઓ લાવતી રહે છે. ત્યારે પ્રગતિશીલ Farmers ને સન્માનિત કરાશે અને એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે.
એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે
રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે.
આવાFarmers ને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે. આ માહિતીનો ઉલ્લેખ ખેતી નિયામાકની યાદીમાં જણાવાયું છે.
અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ
યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર, આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..