Patan : પાટણમાં નકલી કોલેજનો પર્દાફાશ થયો છે. દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આંખ ઉઘાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં નકલી કોલેજ, નકલી સર્ટિફિકેટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના દસ્તાવેજોની ચકાસણીમાં ખુલાસો થયો છે. જ્યાં વેબસાઈટ પર નકલી કોલેજ ઊભી કરી દીધી હતી. આટલું જ નહીં, નકલી કોલેજમાં BBA-MBAનો અભ્યાસ કરી સર્ટિફિકેટ આપી દેવાયા હતા.
કોલેજમાં પ્રવેશ મેળવો તો યુનિવર્સિટી અને કોલેજ ચેક જરૂર કરી લેજો. કેમ કે, Patan નકલી કોલેજનો પર્દાફાશ થયો છે. જ્યાં નકલી કોલેજ, નકલી સર્ટિ આપી છાત્રો સાથે ઠગાઈ કરવામાં આવી છે. વડોદરામાં પંચજન્ય ઈન્સ્ટીટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ ઓનલાઇન બતાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
ઓનલાઇન પરીક્ષા લઇ યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટ આપ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. નવસારીની વિદ્યાર્થિની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે Patan યુનિવર્સિટીમાં આવી હતી. જ્યાં ચેક કરતા રેકર્ડમાં કોઈ આવી સંલગ્ન કોલેજ જ નથી તેવું સામે આવ્યું હતું.
વિદ્યાર્થિનીએ તેજસ મજબુદાર નામના ખાનગી ઈસમ પાસેથી નકલી ડોક્યુમેન્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા હતા. ડોક્યુમેન્ટના આધારે HNGUએ B ડિવિઝન પોલીસમાં અરજી કરી છે.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..