Dwarka જવાનો વિચાર કરો છો:તો જતા પહેલા દર્શન સમયની આ નવી વિગતો જરૂર જાણો…

Devbhoomi Dwarka Temple News:  Dwarka ના સૌથી પવિત્ર યાત્રાધામ Dwarka જગતમંદિરમાં તા. 28 ને શનિવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા ઉત્સવની ધામધૂમથી (Devbhoomi Dwarka Temple News) ઉજવણી કરવામાં આવશે. જેને લઈને મંદિરમાં દર્શનમાં બદલાવ કરાયો છે.

હિન્દુ ધર્મના મહત્વના પર્વ અષાઢી બીજ રથયાત્રા ઉત્સવને અનુલક્ષી Dwarka મંદિરમાં શ્રીજીના દર્શનમાં બદલાવ કર્યો છે. જેના ભાગરૂપે તા. 28 ના સવારે 6:30 વાગ્યે મંગળા આરતી યોજાશે. ત્યારબાદ 1 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. બાદમાં સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવની મંદિર પરિસરમાં ઉજવણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 7 વાગ્યા સુધી ઉત્સવ ઉજવાયા પછી સાંજના અન્ય ક્રમ નિત્ય મુજબના રહેશે. તેમ વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર દ્વારકા દ્વારા જણાવાયું છે.

28મી જૂનએ દર્શનમાં ફેરફાર
મહત્વનું છે કે જગતમંદિરમાં આગામી તારીખ 28મી જૂન અને શનિવારે દિવસે 5 થી 8 વાગ્યા સુધી દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપનો રથયાત્રા ઉત્સવ ઉજવાશે. પુષ્પ નક્ષત્ર અને ઉદયતિથિ અનુસાર આ ધાર્મિક પ્રસંગ ઉજવાશે. તેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બની ધન્યતા અનુભવશે.

અષાઢી બીજના પાવન દિવસે 5 થી 7 વાગ્યા દરમિયાન આ ઉત્સવના ભાગરૂપે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવશે. ત્યારબાદ પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહની ચારેકોર પરિક્રમા કરાવવામાં આવશે. એટલે કે ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન દ્વારકાધીશ પરિક્રમા કરશે. આ ઉત્સવના આયોજનની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મંદિર ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા ચાંદીના રથને શણગારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જરૂરી સાધન સામગ્રીની પણ ખરીદી કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ પ્રસંગોનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને વારસદાર પૂજારી દ્વારા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા જગતમંદિરમાં દર વર્ષે લાખો ભક્તો ભગવાનને શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. આ ઉપરાંત વાર-તહેવાર કે કોઈ પણ પ્રસંગ હોય તેમાં ખાસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. શનિવાર અને રવિવારની રજાઓમાં પણ મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા મંદિરમાં ઉમટતા હોય છે.

આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *