India vs England: ગિલ અને જયસ્વાલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ…

India vs England : Day 2 Leeds Test 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 20 જૂન (શુક્રવાર)થી લીડ્સના England ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે (21 જૂન) આ મુકાબલાનો બીજો દિવસ છે. ઋષભ પંત સદી ફટકારી છે. પંતની ટેસ્ટ કરિયરની સાતમી સદી છે. જ્યારે શુભમન ગિલ 227 બોલમાં 147 રન બનાવીને આઉટ થયો છે. ગિલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 430 રન છે.

India vs England ઋષભ પંતની રેકોર્ડતોડ સદી

ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે 146 બોલમાં 100 રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે 146 બોલ રમી, જેમાં 10 ફોર અને 4 સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. England વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.

પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે.  તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્સની પિચ પર England બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું. 

વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓનું લિસ્ટ: 

  1. રિષભ પંત- 7 
  2. મહેન્દ્ર સિંહ ધોની- 6 
  3. રિદ્ધિમાન સાહા- 3 

શુભમનના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી

જણાવી દઈએ કે, ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. ટેસ્ટના પહેલા જ દિવસે શુભમને સદી ફટકારી હતી.

આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *