
Air India Flights Cancelled: એર ઇન્ડિયાની કુલ 8 ફ્લાઇટ કેન્સલ કરી છે. જેમાંથી 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટનો સમાવેશ થાય છે. મેન્ટેનન્સ અને ઓપરેશન કામગીરીને (Air India Flights Cancelled) કારણે આજે કુલ 8 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ મોટાભાગે ફ્લાઇટ રદ થઇ હોવાના સમાચાર વધારે સામે આવી રહ્યા હતા. ઘણીવાર ટેક્નિકલ ખામી કે અન્ય કારણોસર ફ્લાઇટ પરત મોકલવી પડતી હતી. ત્યારે AIR INDIA આજે કુલ 8 ફ્લાઇટ વિવિધ કારણોસર રદ કરી દીધી છે.
Air India કઇ ફ્લાઇટ કરવામાં આવી રદ ?
દુબઇથી હૈદરાબાદ જતી ફ્લાઇટ રદ AI-2204
હૈદરાબાદથી મુંબઇ જતી ફ્લાઇટ રદ- AI-2872
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ રદ AI-456
ચેન્નાઇથી મુંબઇ જતી ફ્લાઇટ રદ-AI-571
પુણેથી દિલ્હી જતી ફ્લાઇટ રદ AI-874
દિલ્હીથી મેલબર્ન ફ્લાઇટ રદ- AI-308
મેલબર્નથી દિલ્હી જતી ફ્લાઇટ રદ AI-309
દુબઇથી ચેન્નાઇ જતી ફ્લાઇટ રદ -AI-906
19 જૂને આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાનું સામે આવ્યું . આ ફ્લાઇટ સ્પાઇસ જેટની હતી. પ્લેન ટેક ઑફ થયુ અને 10 મિનિટમાં જ ફ્લાઇટ પરત ફરી. આ ફ્લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જઇ રહી હતી તે દરમિયાન આ ઘટના બની. પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી આવવાને કારણે ફ્લાઇટ હૈદરાબાદ પરત ફરવાનો નિર્ણય લેવાયો હતો.
લેહ જતી હતી ફ્લાઇટ પરત ફરી
દિલ્હીથી લેહ જતી ફ્લાઇટ 6E2006 ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી હતી.. આ પ્લેનમાં 180 મુસાફરો હતા. પરિણામે ઇન્ડિગોના વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાયુ છે. મહત્વનું છે કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ તમામ વિમાનોને ટેકઓફ કરતા પહેલા સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. વળી મુસાફરી દરમિયાન પણ કોઇ ટેક્નિકલ ખામી સર્જાય તો પ્લેનને પરત મોકલવુ કે પછી સુરક્ષિત સ્થળ લેન્ડ કરી દેવામાં આવે છે.
દરવાજો ન ખૂલ્તા જીવ અધ્ધર
દિલ્હીથી રાયપુર આવેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ખામી સર્જાઇ હતી. ફ્લાઇટનો મુખ્ય દરવાજો ખુલ્યો ન હતો. જેના કારણે યાત્રીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રીઓની સાથે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પણ આ ફ્લાઇટમાં સવાર હતા. સમયસર દરવાજો ન ખુલતા યાત્રીઓ બેચેન થતા જોવા મળ્યા હતા. પરંતુ 30 મિનિટ બાદ મુખ્ય દરવાજો ખુલતા યાત્રીઓ બહાર નિકળ્યા હતા. બાદમાં ભૂપેશ બઘેલે જણાવ્યુ હતુ કે, ટેક્નિકલ કારણોસર આ દરવાજો ખુલ્યો ન હતો. પરંતુ અડધા કલાક બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.
બાલી જતી ફ્લાઇટ આવી હતી પરત
19 જૂને દિલ્હીથી ઇન્ડોનેશિયાના બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત ફરી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2145 હાલ દિલ્હી પરત ફરી હતી.. જેનું કારણ હતું પૂર્વી ઇન્ડોનેશિયામાં તીવ્ર જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. જ્યાં પ્લેન લેન્ડ કરવાનું હતું તે એરપોર્ટની નજીક જ જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો.. પરિણામે એર ઇન્ડિયા
આંતરાષ્ટ્રીય ફ્લાઈટમાં ઘટાડો
ઈરાન પર ઈઝરાયલ તરફથી કરવામાં આનવેલા હુમલા બાદ મિડલ ઈસ્ટની સ્થિતિને જોતા AIR INDIA અસ્થાયી રૂપે આંતરાષ્ટ્રીય વિમાન સેવાઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છેએક સોશિયલ મિડીયા પોસ્ટ X પર એર ઈન્ડિયાએ લખ્યુ છે કે મધ્ય પુર્વંમા ચાલી રહેલા તણાવ અને યુરોપી ઈસ્ટ એશિયા સહિત ઘણા દેશોમાં રાતના કરફ્યૂ અને સુરક્ષા તપાસ કડક કરવાને કારણે એન્જીનિયરીંગ સ્ટાફ અને એર ઈન્ડિયા પાયલોટને જરુરિયાત લાગતા આ પગલુ લેવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસોમા આંતરાષ્ટ્રીય વિમાનોના સંચાલનમાં ઘણા વિધ્ન આવ્યા છે., જેના કારણે કુલ 83 વિમાનો રદ કરવામાં આવ્યા છે. વિમાન કંપની એ કહ્યું કે હાલની સ્થિતિમાં આ પગલુ લેવું ખૂબ જરુરી હતું. ની આ ફ્લાઇટને પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..