UAE: હવે, રોકાણની નીતિઓ વધુ અનુકૂળ બનતા ભારતીય ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને લાંબા ગાળાનું વસવાટ અને વ્યવસાય વિકસાવવાનો સારો મોકો મળી રહ્યો છે.
ઉદ્યોગ નિષ્ણાતોએ સોમવારે જણાવ્યું હતું કે યુએઈના ગોલ્ડન વિઝાના તાજેતરના ફેરફારથી દેશના રહેઠાણના ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
ગોલ્ડન વિઝાને લઇને Indian માટે એક સારા સમાચાર આવ્યા છે. સંયુક્ત અરબ અમીરાત એ ગોલ્ડન વિઝા કાર્યક્રમ માં નવા નિયમો રજૂ કરીને ભારતીયો માટે એક નવી તક ખોલી છે. આ નવા નિયમો હેઠળ, ગોલ્ડન વિઝાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે, જેના કારણે ભારતીયો માટે UAE માં રહેવાનું અને કામ કરવાનું વધુ સરળ બનશે. અગાઉ ગોલ્ડન વિઝા મેળવવા માટે દુબઈમાં મિલકત ખરીદવી કે વ્યવસાયમાં રોકાણ કરવું જરૂરી હતું, પરંતુ હવે UAE સરકારે નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા સેવા શરૂ કરી છે, જે ભારતીયોને ચોક્કસ ફી ચૂકવીને આ વિઝા મેળવવાની સુવિધા આપે છે.
UAE: સરકારે નોમિનેશનના આધારે ગોલ્ડન વિઝા આપવાની નવી સેવા શરૂ કરી છે, જે ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશના નાગરિકો માટે રજૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, આગામી 3 મહિનામાં 5,000 ભારતીયોને ગોલ્ડન વિઝા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વિઝા મેળવવા માટે અરજદારોએ લગભગ 23.30 લાખ રૂપિયાની ફી ચૂકવવાની રહેશે, જેના બદલામાં તેઓ આજીવન ગોલ્ડન વિઝાનો લાભ લઈ શકશે. આ સેવાનું સંચાલન રૈદ ગ્રુપ નામની કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવશે, જેને UAE સરકારે આ જવાબદારી સોંપી છે.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..