Morbi 88 લાખના વિદેશી દારૂ ઝડપાયા બે શખ્સોની ધરપકડ:સોડાની બોટલના બહાને દારૂની હેરાફેરી…

Morbi: અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપરથી ટ્રક પસાર થઈ રહ્યો હતો જેને રોકીને એલસીબીની ટીમે ચેક કર્યો હતો (Morbi) ત્યારે તે ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂ લઈ જતાં હોવાની માહિતી સામે આવી હતી. જે બાદ પોલીસે તાપસ કરીને 4896 બોટલ દારૂ અને 11436 બિયરના ટીન કબ્જે કર્યા છે. આમ કુલ મળીને 61.01 લાખનો દારૂ બીયર તેમજ વાહન સહિત કુલ મળીને 88.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. અને બે આરોપીઓને પકડીને વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોડા બોટલોની આડમાં દારૂને છુપાવીને કરવામાં આવતી હતી હેરાફેરી

Morbi જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીની ટ્રક નં, યુપી 21 બીએન 8121 રાજકોટ તરફ જઈ રહ્યો છે અને તે ટ્રકમાં દારૂનો જથ્થો ભર્યો છે, ત્યારે આ સચોટ હકિકત આધારે ટ્રકની વોચ રાખવામા આવી હતી અને બાતમી મુજબનો ટ્રક નીકળતા તેને એલસીબીની ટીમે રોકીને કોર્ડન કર્યો હતો. બાદમાં તેને ચેક કરવામાં આવતા તે ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂ લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું.

હાલમાં પોલીસે દારૂની જુદી જુદી બ્રાન્ડની 4896 બોટલ અને 11436 બિયરના ટીન જેની કુલ કિંમત 61.01 લાખ અને વાહનની કિંમત 25 લાખ, 700 બોક્સ કોલડ્રીંક્સ જેની કિંમત 2 લાખ, 2 મોબાઈલ સહિત કુલ મળીને 88.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપી નૌસાદ આબીદભાઇ તુર્ક (50) (રહે. હિસામપુર તાલુકો બિલારી જિલ્લો મુરાદાબાદ યુ.પી) અને કુંવરપાલ મહેશભાઈ યાદવ (34) (રહે. નગલા નસ્સુ તાલુકો થાણા બિલારી જીલ્લો મુરાદાબાદ યુપીની ધરપકડ કરી છે.

આ શખ્સો પાસેથી માલ મોકલનાર ભાઈજાન નામના શખ્સનું નામ સામે આવ્યું છે અને માલ મંગાવનાર તથા તપાસમાં ખુલે તેની સામે વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આરોપીઓએ દ્વારા ટ્રકમાં સોડાની બોટલ કે અન્ય ચીજ વસ્તુઓ ભરી તેની ખોટી બિલ્ટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેની આડમાં દારૂ-બિયરનો જથ્થો ભરી તમામ રાજયની બોર્ડર ઉપર ખોટી બિલ્ટી બતાવી દારૂ-બિયરની હેરાફેરી કરીને પંજાબ રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ બીયર લઈને આવે છે.

આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *