surat Tapi River જન્મદિવસની ભવ્ય ઉજવણી: 1100 મીટરની ચૂંદડી અર્પણ કરીને દર્શાવવામાં આવ્યો ભક્તિભાવ…

surat : surat જીવાદોરી સમાન Tapi river આજે જન્મદિવસ (birthday) છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રી મા તાપી નદીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સૂર્યોદય ઘાટે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મા Tapi river 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.

તાપી નદીનો જન્મદિવસ દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે ઉજવાય છે

સૂર્યપુત્રી Tapi river નો જન્મદિવસ 25 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. તાપી નદીના તટે વસેલા સુરત શહેરના લોકોની આસ્થા તાપી નદી સાથે અતૂટ રીતે જોડાયેલી છે. ભક્તિ ભાવપૂર્વક તાપી માતાનો જન્મ ઉત્સવ દબદબાભેર ઉજવાય છે. ત્યારે આજે 25 જૂન અને અષાઢ સુદ સાતમના દિવસે સુરતમાં સૂર્યપુત્રી માં તાપી નદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહિત કુરુક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણીઓ અને સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરાઈ

દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે સૂર્યપુત્રી મા Tapi riverના કિનારે વસેલા સુરત શહેરમાં કુરુક્ષેત્ર પવિત્ર સ્થાને મા Tapi માતાના જન્મદિવસ નિમિતે લોકોએ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરીને ચૂંદડી અર્પણ કરી. Tapi નદીના કિનારે વસેલું સુરત શહેર હમેંશા વિકસતું અને દબકતું રહ્યું છે. આફતને પણ અવસરમાં બદલે છે અને અનેક વર્ષોથી વસેલા આ સુરત શહેરને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તે માટે તાપી માતાના જન્મદિવસે પૂજા અર્ચના કરી.

કમલેશ સેલરે જણાવ્યું હતું કે ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. આજે Tapi માતાનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં કુરુક્ષેત્ર ધામ ખાતે ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મા તાપીને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *