Today Latest Live News Update in Gujarati 23 June 2025: 19 જૂન 2025ના રોજ ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું આજે 23 જૂન 2025ના રોજ પરિણામ જાહેર થશે.
ujarat Latest News Live Update in Gujarati 23 June 2025:19 જૂન 2025ના રોજ Gujarat કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. કડી અને વિસાવદ પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં બંને બેઠકોના 20 રાઉન્ડ પુરા થયા છે. ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 16,594 મતથી આગળ છે. જ્યારે કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા 38035 મતથી આગળ રહેતા કાર્યકરોએ જીતની ઉજવણી શરૂ કરી લીધી છે.
શક્તિસિંહ ગોહિલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. Gujarat સોમવારે વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદર પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. બન્નેમાં કોંગ્રેસનો પરાજય થયો છે. આ પરાજય પછી શક્તિસિંહ ગોહીલે પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વિસાવદરથી Gujarat પરિવર્તનની શરૂઆત થશે. આ ઉપરાંત Gujarat યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેની અપીલ કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં સારું કામ કરનારાઓ, કર્મશીલો, સરકારી નોકરી કરનારા લોકો, Gujarat યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે તમે જાગો. પરિવર્તનમાં ભાગ લો, આગળ આવો અને અમારી સાથે જોડાઓ.
Gujarat ભાજપના ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ

ગોપાલ ઇટાલિયાએ યુવાનોને કહ્યું કે યુવાનોને લાગણીભરી વિનંતી છે. મારા વ્હાલા યુવાનો જાગો. ક્યાં સુધી આપણે Gujarat માં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટ્રાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક-એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો હોય એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરે છે. હું Gujarat ના યુવાનો પાસે હાથ લંબાવું છું. યુવાનો આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે તેને ઓળખો. આવો સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવવાની અને ગુજરાતને ભાજપના આ ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ.તેમણે આગળ કહ્યું કે મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા છે. આજે અહીં ક્રાંતિનું બીજ રોપાયું અને ઉપરથી આ વરસાદ આવ્યો. ભગવાન પણ ઇચ્છે છે Gujarat ની જનતાનો આત્મા જાગે અને Gujarat માંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે.
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે દોસ્તો આ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢની ઐતિહાસિક ધરતી છે, સાંસ્કૃતિક ધરોહર છે. અહીં સંત, શુરા, સાવજ સ્થાન છે એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને તક મળી છે. જનતાએ મારા પર વિશાળ આશાઓ રાખી છે. ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે તેવી મારી પ્રાર્થના છે.
આ એક માઇલસ્ટોન ચૂંટણી છે
તેમણે કહ્યું કે આ ચૂંટણી છે તે એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણી અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પરંતુ આજે ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે. સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી. પરંતુ આમ જનતાએ મનમાં ગાંઠ વાળીને મુઠ્ઠી ભેગી કરીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે.
આવા વધુ સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયા રહો…..